અમરેલી

અમરેલી નગરપાલિકાની હદમાં આવેલા જર્જરિત મકાનો અને ઈમારતો ઉતારી લેવા અનુરોધ

અમરેલી નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલા સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય તમામ ક્વાર્ટ્સ જર્જરિત મકાનોમાં રહેતા કે ઉપયોગ કરતા કે હિત ધરાવતા તમામ વ્યક્તિઓેએ પોતાના ભયજનક કે જર્જરિત ભાગ તાકીદે ઉતારી લઈ બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કાયદાને આધિન કરવાની રહેશે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જોગવાઈઓને આધિન આવી મિલકત ધરાવતા તમામ માલિકોને નગરપાલિકા અમરેલી દ્વારા ચેતવણી આપવામાં આવે છે. વધુમાં કોઈપણ વ્યક્તિઓએ આવા જર્જરિત મકાનોમાં પ્રવેશ કરવો નહીં તેમજ આવા ભયજનક મકાન ઉપયોગકર્તાઓએ સાવચેતીના ભાગરૂપે આવા ભયજનક જણાતા મકાનની આસપાસ અવર-જવર કરવી નહીં તથા આજુબાજુના મકાન ઉપયોગ કર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પૂરતી કાળજી રાખવી

અમરેલી નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓને આધીન અગાઉ નોટીસો આપવામાં આવી છે. જો આ બાબતે કાર્યવાહી જાતે કરવામાં નહીં આવે તો આ પ્રકારની ભયજનક ઈમારતો ઉતારવા માટે અમરેલી નગરપાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચીફ ઓફિસરશ્રી, અમરેલી નગરપાલિકા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું 

Related Posts