fbpx
અમરેલી

અમરેલી : લોકલ એકઝામ લોકલ એસેસમેન્‍ટથી કોલેજમાં પરીક્ષા લેવા ડાયનેમિક ગ્રુપ ની રજુઆત

સ્‍થાનિક કક્ષા એ પરીક્ષા લેવાય અને સ્‍થાનિક એસેસમેન્‍ટથી પરીક્ષાઓનું આયોજન
થાયતો ગુજરાતની તમામ યુનિવર્સિટિઓના બી.એ,બી.કોમ,બી.એસ.સી તથા
બી.સી.એના સેમ-1,3 અને 5 ના હજારો વિધ્યાર્થીઓનું ભવિષ્‍ય રોળાતું અટકશે-હરેશ
બાવીશી

વર્તમાન સમયે કોરોના સંક્રમણના કારણે પુનઃ ગુજરાત અને દેશભરમાં
સેમી-લોકડાઉન જેવી વિપરીત પરિસ્‍થિતીનું નિર્માર્ણ થયું છે ત્‍યારે અમરેલીની યુવા પ્રવકતા સાથેસંકળાયેલ સંસ્‍થા ડાયનેમિકગ્રુપ ઓફ ડાયનેમિક અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ
ચાલુ-શૈક્ષણિક વર્ષ ર0ર0-ર1 માં ગુજરાત રાજયની યુનિ.ઓ સંલગ્ન તમામ કોલેજોના
બી.એ, બી.કોમ, બી.એસ.સી તથા બીસી.એના સેમ. 1,3 અને 5 માં અભ્‍યાસ કરતા
વિધ્યાર્થીઓની ભભલોકલ એકઝામ–લોકલ એસેસમેન્‍ટભભ પઘ્‍ધતિથી પરીક્ષા લેવા રજુઆત
તથા ધારદાર માંગણી કરતો પત્ર રાજયના શિક્ષણમંત્રી માન. ભૂપેન્દ્રસિંહ
ચુડાસમાને પાઠવ્‍યો છે. આ તકે ડાયનેમિક ગ્રુપ અમરેલીના પ્રમુખહરેશ બાવીશીએ
જણાવ્‍યુ છે કે શૈ.વર્ષ 2020/21 દરમિયાન પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય સરકારની સુચના
મુજબ તમામકોલેજોએ પુરું કરી લીધું છે ત્‍યારે સમગ્ર ગુજરાતની તમામ કોલેજોમાં

બી.એ, બી.કોમ, બી.એસ.સી તથા બીસી.એ ના સેમ. 1,3 અને 5 માં અભ્‍યાસ કરતા
વિધ્યાર્થીઓની પરીક્ષાઓ જો ભભલોકલ એકઝામ–લોકલ એસેસમેન્‍ટભભ પઘ્‍ધતિથી લેવાય તોતાત્‍કાલિક પરીક્ષા થઈ શકે તથા તેઓના પરિણામ પણ તાત્‍કાલિક જાહેર થઈ શકે, તેમણે
વધુમાં જણાવ્‍યું હતુ કે જે-તે કોલેજો સ્‍થાનિક પરીક્ષા તથા સ્‍થાનિક એસેસમેન્‍ટ કરેતો
મર્યાદિત સંખ્‍યા તથા સોશ્‍યિલ ડીસટન્‍સ પણ જળવાય તથા સંક્રમણ થવાની શકયતા પણ નહિવત રહે.

Follow Me:

Related Posts