સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૩ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભળી જવાની ગંભીર સમસ્યા સામે આવતાં રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ‘આપણું કુંડલા’ ઝુંબેશ અંતર્ગત સ્થાનિકોએ પોતાની આ વ્યથા રજૂ કરી છે.
વોર્ડ નંબર ૩ના સ્થાનિક લોકસેવકો અને રહીશો દ્વારા દૂષિત પાણી અંગેના વિડિયો બનાવી તંત્રનું ધ્યાન દોરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈને આવતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે અને સ્થાનિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.
સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્ર અને પ્રતિનિધિઓને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ સમસ્યાનું કોઈ સકારાત્મક નિરાકરણ આવ્યું નથી. તંત્ર તાત્કાલિક ઊંઘમાંથી જાગીને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડે તેવી વહીવટી તંત્ર પાસે કડક માંગ કરવામાં આવી છે.


















Recent Comments