બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ૨૦૨૧નો એફઆઈએએફ અવોર્ડ ૧૯ માર્ચના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. શુક્રવારે ધ ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઈવ્ઝ (એફઆઈએએફ) દ્વારા વચ્ર્યુઅલ સેરેમનીનું આયોજન કરાયું હતું. જેમાં બિગ બીને અવોર્ડથી સન્માનિત કરાયા બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આભાર માન્યો હતો.
૭૮ વર્ષીય અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર અવોર્ડ સાથેની પોતાની એક તસવીર શેર કરી હતી. તસવીર સાથે બિગ બીએ લખ્યું, “૨૦૨૧ એફઆઈએએફ અવોર્ડથી સન્માનિત થયા બાદ હું ઊંડાણથી ગર્વ અનુભવું છું. એફઆઈએએફ, માર્ટિન સ્કોર્સિસ અને ક્રિસ્ટોફર નોલાન આજે યોજાયેલી સેરેમનીમાં મને આ અવોર્ડ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ભારતીય ફિલ્મોના વારસાનું જતન કરવાનો અમારો સંકલ્પ અવિચલ છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન આપણી ફિલ્મો બચાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવવા પ્રયાસ ચાલુ રાખશે.”
અમિતાભ બચ્ચનને એફઆઈએએફ અવોર્ડથી કરાયા સન્માનિત, કહ્યું- ‘ફિલ્મોનું જતન ચાલુ રાખીશું’

Recent Comments