લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (100% નિઃશુલ્ક હોસ્પિટલ) તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી – સાવરકુંડલા શાખાના ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને નિઃશુલ્ક થેલેસેમિયા તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં ડૉ. જે.બી. વડેરા, ડો.જે. એસ. પીપળીયા, મેહુલ વ્યાસ, ડૉ. પ્રકાશ કટારિયા તથા મનીષ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા થેલેસેમિયા શું છે, તેનો વારસાગત સ્વરૂપે સંક્રમણ કેવી રીતે થાય છે, લગ્ન પૂર્વે થતી સચોટ તપાસ નું મહત્વ, પોઝિટિવ કપલ કેવી રીતે ઓળખી શકાય, તથા આ રોગથી ભવિષ્યની પેઢીને કેવી રીતે બચાવી શકાય, એ મુદ્દાઓ પર સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ કેમ્પમાં સાવરકુંડલા શહેર તથા આસપાસના વિસ્તારમાંથી આશરે 60 થી વધુ લોકોએ નિઃશુલ્ક થેલેસેમિયા તપાસનો લાભ લીધો અને સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે જાગૃતિ પ્રાપ્ત કરી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં અમિત જોષી, જસ્મીન રાઠોડ, અશોક ડાભી તથા સમગ્ર હોસ્પિટલ ટીમનો મહત્વનો ફાળો રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે 8 મી મે એટલે રેડક્રોસ સોસાયટી ના સર હેનરી ડ્યુનાટ ની જન્મ જયંતિ વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (100% નિઃશુલ્ક હોસ્પિટલ)માં થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમ તથા નિઃશુલ્ક થેલેસેમિયા તપાસ કેમ્પ નું આયોજન














Recent Comments