આંધળી રૂપાણી સરકારને આ દેખાતું નથી, પ્રજાને દંડ ફટકારે છે તો ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ફરી કોરોનાનો વરઘોડો કાઢ્યો

ભાજપના નેતાઓ પક્ષના મોવડીઓને ગાંઠતા નથી કે, પછી તેઓને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. નેતાઓ જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવે છે તે જાેતા તેમને કોઈ ડર રહ્યો નથી તેવુ લાગે છે. કોરોનાકાળમાં એકવાર ભીડ કરીને ચર્ચામાં આવનાર ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ફરીવાર વરઘોડો કાઢ્યો છે. રોડના ખાતમુહૂર્ત સમેય તેમણે ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. ત્યારે ધારાસભ્યની આ હિંમત પર અનેક સવાલો ઉભા થયા કે, શું તેમને કંઈ પણ કરવાનો છૂટો દોર મળ્યો છે.
ડીસાના ઢુવા ગામે ગઈકાલે કોરોનાનો વરઘોડો નીકળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ફરી કોરોનાનો વરઘોડો કાઢ્યો હતો. રોડના ખાતમુહૂર્ત વખતે ડીજે સાથે વરઘોડો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડમાં અનેક લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા.
ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ અગાઉ પણ રોડના ખાતમુહૂર્ત વખતે ગાયિકા કિંજલ દવે સાથે વરઘોડો કાઢ્યો હતો. જેની ચર્ચા ચારેબાજુ થઈ હતી. ત્યારે આજે તેમણે ફરીથી વરઘોડો કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત વધી રહેલા નેતાઓના આવા કિસ્સાઓને કારણે લાગે છે કે નિયમો માત્ર પ્રજા માટે જ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો જાેઈને અમદાવાદ, સુરત સહિત રાજ્યભરના સામાન્ય નાગરિકો કોરોનાના નામે ફોજદારી ગુનો, જેલ અને દંડ વસૂલનો ડર દેખાડતી પોલીસ ભાજપના ધારાસભ્યોના ખિસ્સામાં હોય તેવી ટીકા કરી રહ્યા છે.
Recent Comments