અમરેલી

આરોગ્યલક્ષી સાવચેતીના પગલા લેવા સારુ તમામ મતદાન મથકે પ્રાથમિક સારવાર કીટ રાખવામાં આવશે

વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અન્વયે વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓની ચૂંટણી કામગીરી માટે નિમણુક કરવામાં આવી છે. આરોગ્યલક્ષી સાવચેતીના પગલા લેવા સારુ તમામ મતદાન મથકે પ્રાથમિક સારવાર કીટ (First Aid Kit) ઉપલબ્ધ રાખવામાં આવશે.  તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ ટીમો સાથે જરુરી દવાઓ, સાધન સામગ્રી, એમ્બ્યુલન્સ વાન સહિત વાહન સ્ટેન્ડ બાય રાખવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે.   કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખતા ત્રિપલ લેયર માસ્ક તથા સેનિટાઇઝરનો જથ્થો પણ પૂરતા  પ્રમાણમાં ઉપલબ્ધ રહે તેની તકેદારી પણ લેવામાં આવશે.

Related Posts