કઠુઆના હીરાનગરમાં સુરંગ મળીઃ આતંકીઓના ષડ્યંત્રનો પર્દાફાશ
પાકિસ્તાન આતંકવાદીઓની જમ્મુ-કાશ્મીરમાંમાં ઘુષણખોરી કરવાની નાપાક કોશિશોમાં લાગેલું છે. અને એ જ કારણ છે અવારનવાર પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાંથી પાકિસ્તાની સૈનિકો દ્વારા બોર્ડર સીઝફાયર ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવો અને સુરંગોના રસ્તેથી આતંકવાદીઓની ઘુષણખોરી કરવાની ઘટનાઓને ભારતના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવી દીધી છે. શનિવારે કઠુઆના હીરાનગરમાં આઈબીની પાસે પાનસર વિસ્તારમાં એક સુરંગ મળી છે.
જાણકારી અનુસાર હીરાનગર ઈન્ટરનેશનલ બોર્ડર પર હવે પંજાબથી જાેડાયેલ પાનસર અને પહાડપુરની વચ્ચે ઝીરો લાઈન અને તારબંધી વચ્ચે ટનલ મળી છે. હીરનગરમાં ૧૦ દિવસોની અંદર પાકિસ્તાન તરફથી ખોદવામાં આવેલી આ બીજી ટનલ મળી છે. ૪ દિવસ પહેલાં આ જ સથ્ળે એક મોટો ખાડો મળ્યો હતો. સુરંગની તપાસ અધિકારીઓએ શરૂ કરી દીધી છે.
Recent Comments