ગુજરાત

ટ્રેડ ડીલને કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ, ટેક્સ ટાઈલ ઉદ્યોગ અને સહકારી માળખું પડી ભાગશે : અમિત ચાવડા

•             ટ્રેડ ડીલને કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ, ટેક્સ ટાઈલ ઉદ્યોગ અને સહકારી માળખું પડી ભાગશે : શ્રી અમિત ચાવડા

•             ટ્રેડ ડીલ માં અસમાનતા, અમેરીકા ભારત ઉપર દરેક મામલે જો હુકમી કરે છે તેમ છતા પ્રધાનમંત્રી કેમ ચૂપ ? : શ્રી અમિત ચાવડા

•             ભાજપ સરકાર ટેડ ડીલની સાચી વિગતો-હકિકતો જનતા સમક્ષ કેમ મુક્તી નથી ? : ખેડૂતો, પશુપાલકો અને નાના કૃષિલક્ષી વેપારીઓને મોટો ફટકો પડશે : શ્રી અમિત ચાવડા

•             રાહત પેકેજ જાહેર કર્યું તેને ચાર મહિના થઈ ગયા પરંતુ ખેડુતોને સહાય મળી નથી : શ્રી પાલ આંબલિયા

•             સરકાર કોઈપણ ભોગે ઔધોગીક ખેતી લાવી ખેડુતોને માલિકમાંથી મજુર બનાવાનું ષંડપત્ર : શ્રી લાલજી દેસાઈ

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, વર્તમાન કેન્દ્ર સરાકર જે નિર્ણય લઈ રહી છે તે લાંબા ગાળે દેશને નુકશાન થવાનું છે. કહેવાતી ૫૬ની છાતી વાળા વડાપ્રધાન દરેક રીતે અમેરીકા સામે સરેન્ડર થઈ ગયા હોય તેવી ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ટેરિફના નિર્ણય લઈ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. એવી તો શું મજબૂરી છે કે પ્રધાનમંત્રી એક પણ શબ્દ બોલતા નથી? ટ્રેડ ડિલની હકીકતો, વિગતો, માહિતી કેન્દ્ર સરકાર કેમ જનતા સામે રજૂ કરતી નથી? ગુજરાત સાથે અન્ય રાજ્યના કપાસ ઉત્પાદન કરતા ખેડુતોને મોટા પાયે નુકસાન થવાનું છે. બાંગ્લાદેશ અમેરીકામાં કપડા એકેસપોર્ટ કરે તો શુન્ય ટેરીફ જ્યારે ભારત કપડા એકેસપોર્ટ કરે તો ૧૮ ટકા ટેરીફ લાગે. લોકસભાના વિપક્ષના નેતા, જનનાયકશ્રી રાહુલ ગાંઘીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો તો સરકારે જવાબ આપ્યો કે, ભારતે અમેરીકા પાસેથી કપાસની આયત કરશે. આ ટ્રેડ ડીલ ખેડુત, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, કો-ઓપરેટિવ સ્ટ્રક્ચર, ડેરી અને પશુપાલકોને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે જનઆક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓ, લારી ગલ્લા, પાથરણાવાળા, આદિવાસીઓ, દલિતો, બક્ષીપંચ સમાજ, કામદારોના પ્રશ્નો સહિત સમગ્ર ગુજરાતના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવશે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા કિસાન સેલના પ્રમુખશ્રી પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકારના પ્રવકતા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી જવાબદારીથી ભાગી રહ્યા છે.ઑક્ટોબરમાં કમૌસમી વરસાદ પડ્યો તેને 4 મહિના થઈ ગયા, પરંતુ દ્વારકા જિલ્લાના ૧૭૦૦થી વધુ ખેડુતોને હજી રાહત પેકેજની સહાય મળી નથી. સરકારે  7 દિવસમાં ટેકાના ભાવના પૈસા મળી જશે તેવા વાયદા કર્યા હતા, પરંતુ હજી સુધી દ્વારકા જિલ્લાના ૫૦૦૦થી વધુ ખેડુતોને પૈસા મળ્યા નથી. ટેકાના ભાવે મગફળી ખરીદી તેના પણ પૈસા રાજ્યના ખેડુતોને નથી મળ્યા.

1)            ગુજરાતમાં કેટલા ખેડુતોને રાહત પેકેજ આપવામાં આવ્યું?,કેટલું રૂપિયા આપવામાં આવ્યા?

2)            અરજી કરી હોય તેવા કેટલા ખેડુતોને સહાય બાકી છે?

3)            ટેકાના ભાવે જે ખેડુતોએ મગફળી વેચી હોય અને ૭ દિવસથી વધારે સમય વીતી ગયો હોય એવા ગુજરાતમાં કેટલા ખેડુતો બાકી છે? હજી સુધી નથી ચૂકવાણા તેનું કારણ જણાવો

                કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરમાં આવી ગુજરાતના ખેડુતોની માફી માંગતા કારણો સાથે જવાબ આપવો જોઈએ.

                પત્રકાર પરિષદને સંબોધન કરતા સેવાદળના અધ્યક્ષશ્રી લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, અમેરિકાની સરકાર ખેડુતોને ચોખામાં પ્રતિ હેકટેરે ૨૩૯૦૦, કપાસમાં ૨૧૯૦૦,મગફળીમાં ૧૦૪૦૦,સોયાબીનમાં ૫૮૦૦,મકાઈમાં ૮૩૦૦ અને ઘંઉમાં ૭૪૦૦ની સબસીડી આપે છે.ભારત અને ગુજરાતના ખેડુત પરસેવાથી MSP ના ભાવના ઠેકાણા વગર ખેતી કરી રહ્યા છે. અમેરિકાના ઓર્ગેનાઇઝ, સબસિડાઇસ, કોર્પોરેટ ખેડૂતોના સામનો ગુજરાતના ખેડૂતો કેવી રીતે કરશે? સરકાર કોઈપણ ભોગે ભારતના ખેડુતોને ખતમ કરી સરકાર ફરી ઔધોગિક ખેતી લાવી માલિક માંથી મજૂર બનાવી રહી છે.

Related Posts