કોબડી ટોલ નાકા પર ઉઘરાણા માટે સર્વિસ રોડ બંધ કરી દેવાયો સરપંચ પરિષદ મેદાને આજુબાજુના ૨૦ ગામના લોકોનો ટોલમાંથી મુક્તિ આપવા સરપંચ પરિષદે કરી રજૂઆત

ચોક્કસ જ્ઞાતિની ઓળખ આપી દાદાગીરી કરાતી હોવાની પણ રાવ ભાવ.સોમનાથ નેશનલ હાઇવેનું કામ ગોકળગતિએ થઈ રહ્યું છે બીજી બાજુ રોડની સુવિધા વગર જ ભાવનગર નજીકના કોબડી પાસેના ટોલ નાકા પર ટોલ ટેક્સ વસુલવાનું શરૂ કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે વધુમાં આજુબાજુના ૨૦ ગામોના લોકોએ ટોલમાંથી મુક્તિની માંગ સાથે અભિયાન છેડયું છે. આ મુદ્દે સરપંચ પરિષદે કલેકટરને મળી રજુઆત કરી હતી અને સર્વિસ રોડ બંધ કરી દેવાતા જોહુકમી સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. ભાવનગર નજીક કોબડી ટોલ નાકા નેશનલ હાઈવે પર વાહન ચાલકો પાસેથી ટોલટેક્સ વસુલ કરવામાં આવતા વાહનચાલકો, ગ્રામ્ય જનતા તેમજ ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે, ટોલનાકાની બાજુમાં સર્વિસ રોડ પણ બંધ કરી દેવાતા પરેશાની વધી છે, આ મામલે જિલ્લા કલેકટરને સરપંચ પરિષદ દ્વારા રજુઆત કરીને આ મુશ્કેલી દૂર કરવા માંગણી કરી હતી. નેશનલ હાઈવેનું ભાવનગરથી તળાજા સુધીમાં ૩૪ કિલો મીટરમાં કટકે કટકે નવો રોડ બન્યો છે. ત્યાં જ ટોલટેક્સ ઉઘરાવવાનું શરૂ કરાતા વાહન ચાલકોમાં રોષ ફેલાયેલો છે. અધુંરામાં પુરૂ બાજુમાં સર્વીસ રોડ બંધ કરી દેવાયો છે, જેથી આસપાસના લોકોએ પણ ટોલટેક્સ ભરવો પડે છે, આ અંગે ભાવનગર સરપંચ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, જ્યા સુધી સર્વીસ રોડ ચાલું ન થાય ત્યા સુધી આસપાસના ૨૦ કિલોમીટર સુધીના લોકોને ટોલટેક્સમાંથી મૂક્તી આપવામાં આવે. નજીકના ગામોમાંથી ખેતીવાડીના કામો માટે આવતા ખેડૂતોને પણ ટોલટેક્સ ભરવો પડી રહ્યો છે, આથી યોગ્ય ઘટતી કાર્યવાહી હાથ ધરવા માંગણી કરી હતી.બળજબરીથી પૈસા પડાવાતા હોવાની રજૂઆત પણ થઈ છે. કોબડી ટોલનાકા ઉપર અમુક તત્વો દ્વારા દાદાગીરી કરવી, ધાકધમકી આપવી અને સ્થાનિક લોકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવાતા હોવાની જિલ્લા કલેકટરને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે
Recent Comments