ખેડૂતો આંદોલન પર આખરે ભાજપ સાંસદ સની દેઓલે મૌન તોડ્યું
દિલ્હીના બોર્ડર વિસ્તારોમાં છેલ્લા ૧૧ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલનું નિવેદન સામે આવ્યું છે. સની દેઓલે કહ્યું કે તેઓ પાર્ટી અને ખેડૂતોની સાથે પૂરેપૂરી તાકાતથી ઊભા છે. તેમને આશા છે કે સરકાર આ આંદોલનનું કોઈને કોઈ તાર્કિક સમાધાન કાઢવામાં સફળ રહેશે.
બોલીવુડના દિગ્ગજ અભિનેતામાંથી રાજનેતા બનેલા સની દેઓલે ખેડૂત આંદોલનના સમર્થનના નામ પર કેટલાક દેશોમાં થઈ રહેલા પ્રદર્શન પર નિશાન સાધ્યું. સની દેઓલે કહ્યું કે હું સમગ્ર દુનિયાને આગ્રહ કરવા માંગુ છું કે આ અમારા ખેડૂતો અને સરકાર વચ્ચેનો મામલો છે. તેઓ બંને મળીને આ સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ લાવી દેશે, આથી કોઈએ તેમની વચ્ચે આવવાની જરૂર નથી. હું જાણું છું કે અનેક લોકો આ તકનો ફાયદો ઉઠાવવા માટે સતત સમસ્યા વધારી રહ્યા છે. તેમને ખેડૂતો સાથે કોઈ લગાવ નથી. તેઓ તેની આડમાં પોતાનો એજન્ડા ચલાવવાની કોશિશ કરે છે.
Recent Comments