ગુજરાતમાં ૮૦ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ, દેશમાં ૭માં ક્રમે
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૯,૭૩૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા
ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસનુ સંક્રમણ ફેલાતું અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૯,૭૩૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી ૮૦,૩૩,૩૮૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.
ગુજરાતથી સૌથી વધુ કોરોના ટેસ્ટ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં થઈ ચૂક્યાં છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ૨ કરોડથી વધુ કોરોના ટેસ્ટ થયા છે. જ્યારે બિહારમાં દોઢ કરોડથી વધુ, તમિલનાડુમાં ૧.૨૦ કરોડથી વધુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૧.૧૦ કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યાં છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં એક કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જીવલેણ કોરોના અત્યાર સુધી ૪ હજારથી વધુ લોકોને ભરખી ચૂક્યો છે. આ દ્રષ્ટિએ ગુજરાત કોરોનાથી સર્વાધિક મોત મામલે સમગ્ર દેશમાં ૭માં ક્રમે છે. જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ગુજરાત સમગ્ર દેશમાં ૧૫માં સ્થાને છે.
Recent Comments