સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ રોડ પર વાહન અથડાવવા બાબતે ભરબજારમાં યુવક પર જીવલેણ હુમલો

રાજકોટના ગોંડલ રોડ પર આજે વહેલી સવારે વાહન અથડાવવા જેવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. વાહન અથડાતાં એક યુવકને ભરબજારમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. જાેકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગોંડલ રોડ એક વાહન બીજા વાહન સાથે અથડાતાં મામલો બિચકાયો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા.

ફરિયાદી સાગર ગળચરે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ગોંડલ રોડ પર ભૂતખાના ચોક પાસેથી વહેલી સવારે પસાર થઈ રહ્યા હતા. ત્યારે આરોપી પાર્થ, સમીર ઉર્ફે ભાણો અને અન્ય એક વ્યક્તિએ ગાડીની સાઈડ કાપવા બાબતે ગાળો બોલી હતી અને બાદમાં ઢીંકાપાટુનો માર માર્યો હતો. જ્યારે પાર્થ અને સમીર સાથે રહેલી એક વ્યક્તિ સાગરને છાતીના ભાગે છરી ઝીંકી દીધી હતો, એ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા.

Related Posts