અમરેલી

ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ

અમરેલી નગરપાલિકા દ્વારા અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડ તેમજ કોન્ક્રીટ વર્કની કામગીરી તા. ૨૩/૩/૨૦૨૧ સુધી કરવામાં આવનાર છે. જેથી આ રૂટ પરથી કોઈપણ પ્રકારના વાહન દ્વારા અવર-જવર કરી શકાશે નહિ તેમજ જાહેર જનતાએ ચક્કરગઢ રોડ રેલવે ક્રોસિંગ રૂટની જગ્યાએ અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અમરેલી નગરપાલિકાની એક યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts