જિલ્લાનાં બાબરા તથા પાંચાળ પંથકનાંભામાશા, દાનવીર, ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં સૌથી મોટા દાતા તથા ટ્રસ્ટી અને 7પ0થી પણ વધારે સર્વજ્ઞાતિઓની દીકરીઓના સમૂહલગ્નો કરાવનાર અગ્રણી ઉદ્યોગપતિ ક્રિષ્ના કોર્પોરેશનના માલિક ગોપાલભાઈ વસ્તરપરા (ગોપાલ શેઠ- ચમારડી)એ કોરોના મહામારીની લડાઈમાં પોતાના રાધે ફાર્મ ચમારડીથી દિવસ-રાત મિથિલીન બ્લુનું વિનામૂલ્યે હજારો બોટલ્સનું વિતરણ કરીને પંથકના પ0 હજાર કરતા પણ વધારે પરિવારોના ઘેર-ઘેર મિથિલીન બ્લુ પહોંચાડીને નોંધારાનો આધાર બન્યા છે. ત્યારે વતનની વહારે આવેલ ગોપાલ શેઠનાં નિવાસ સ્થાન રાધે ફાર્મ પર ડાયનેમિક ગૃપ અમરેલી ઘ્વારા મુલાકાત લઈને ગોપાલભાઈ વસ્તરપરાના પરિણામલક્ષી સેવાયજ્ઞને પ્રમુખ હરેશ બાવીશીએ આવકારીને અભિનંદન આપ્યા હતા. આ તકે નિમેષભાઈ બાંભરોલીયા, પ્રવિણભાઈ રામાણી પણ મુલાકાતમાં જોડાયા હતા.
ચમારડીમાં ભામાશા ગોપાલ વસ્તરપરા દ્વારા વિનામૂલ્યે મિથિલીન બ્લુનું વિતરણ
















Recent Comments