fbpx
બોલિવૂડ

ડ્રગ્સ કેસમાં દીપિકાની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશની જામીન અરજી કોર્ટે રદ કરી

ડ્રગ્સ કેસમાં બોલીવૂડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશને લઈને મહત્વના અહેવાલ મળ્યા છે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈટ્રોપિક સબ્સ્ટન્સ કોર્ટે ગુરુવારે કરિશ્માની વચગાળાની જામીન અરજી રદ કરી હતી. એનડીપીએસ જજ વીવી વિદ્વંસે કરિશ્માને ૨૫ ઓગસ્ટ સુધી વચગાળાની સુરક્ષા આપી છે, જેથી તે બોમ્બે હાઈકોર્ટ જઈ શકે.

ડ્રગ્સ કેસમાં તપાસ અંતર્ગત કરિશ્મા પ્રકાશની ધરપકડની આશંકા સેવાઈ રહી હતી જેને કારણે તેણે ગત ઓક્ટોબરમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી બાદ કોર્ટે તેને રદ કરવાનો ચુકાદો આપ્યો છે. કરિશ્મા હવે બોમ્બે હાઈકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી શકે છે. આ કેસમાં ડ્રગ પેડલર અને બોલીવૂડ સેલિબ્રિટઝ વચ્ચે કથિત નેક્સસને લઈને એનસીબી તપાસ કરી રહી છે. આ તપાસ બોલીવૂડના એક્ટર સુશાંત સિંહના નિધન પછી શરૂ કરાઈ હતી. આ કેસમાં સીબીઆઈ પણ અલગથી તપાસમાં કરી રહ્યું છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના કરિશ્મા પ્રકાશના વર્સોવા સ્થિત નિવાસસ્થળે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં તેમને ૧.૮ ગ્રામ હશીશ મળ્યું હતું. જાે કે પ્રકાશે આ મામલે દાવો કર્યો હતો કે તે ઘણા સમયથી આ ઘરમાં રહેતી નહતી. એજન્સીના મતે આ કરિશ્માનું બીજું ઘર છે.

Follow Me:

Related Posts