fbpx
ભાવનગર

તા.૨૩ના રોજ ભાવનગર શહેરનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અરજદારોએ પોતાની અરજી તા.૧૦/૧૨/૨૦૨૦ પહેલા રજૂ કરવાની રહેશે

ડીસેમ્બર-૨૦૨૦નો માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૩/૧૨/૨૦૨૦ ના રોજ૧૧:00 કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર, ભાવનગરની અધ્યક્ષતામાંયોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી / પ્રશ્ન રજુ કરતાપહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂહાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી. અરજદારઓપાસેથી વિવિધ કચેરીમા અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે તા.૧૦ સુધીમા અરજીઓ મંગાવામા આવે છે. તેમ સીટી મામલતદાર,ભાવનગરની યાદીમાં જણાવવામા આવેલ છે.

Follow Me:

Related Posts