લસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવનો થનગનાટ: ભાવિકોનો વહેતો અવિરત પ્રવાહ ગીરના આહ્લાદક વાતાવરણમાં પ્રકૃતિ અને પરમેશ્વરનું સાંનિધ્ય માણવા અસંખ્ય ભાવિકો ઉમટશેતુલસીશ્યામ,તા.05.09.23ભગવાન સુંદર શ્યામના સ્વયંભુ તિર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર ઉજવણી થશે. ગોકુલ આઠમ તા. 07 સપ્ટેમ્બરને ગુરુવારે રાત્રે બારના ટકોરે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્યામનાં જન્મોત્સવના વધામણાં થશે. આ તકે હજ્જારો ભાવિકો ઉપસ્થિત રહેશે અને પ્રભુ શ્યામના રંગે રંગાશે.
તુલસીશ્યામ તીર્થમાં સાતમ આઠમના પર્વોની શ્રૃંખલાના પ્રારંભ સાથે જ ભાવિકોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામા ગીરના જંગલમાં આવેલ આ તીર્થધામ ભગવાન સુંદિરશ્યામનું સ્વયંભૂ સ્થાન છે. આથી આ તીર્થસ્થાનનું ધાર્મિક દ્રષ્ટિએ ગોકુલ મથુરા જેટલું જ ભાવિકોને મન મહત્વ રહેલું છે.! શ્યામ ભક્તોમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવવાનો હરખ ચરમસીમાએ છે અને શ્યામ પરિવાર દ્રારા તૈયારીઓ હાથ ધરાઈ છે. અહિ સાતમ આઠમના પર્વોમા સરેરાશ એકથી સવા લાખ દર્શનાર્થીઓની આવન જાવન રહેતી હોય છે. ગાંડી ગીરમા આહલાદક વાતાવરણ વચ્ચે પ્રકૃતિ અને પરમેશ્વરનો અહિ સંયોગ માણવા મળે છે. આ તીર્થધામ ગરમ પાણીના પવીત્ર કુંડ માટે પણ જાણીતું છે. યાત્રા, પ્રવાસ માટે અહી લોકોનો અવિરત પ્રવાહ શ્રાવણ માસની શરૂઆતથી જ વહી રહ્યો છે. સાતમ આઠમના દિવસોમાં અહી માનવમેળો જામશે..! તુલસીશ્યામ મંદીર ટ્રસ્ટ દ્રારા યાત્રીઓની સેવા-સુવિધા માટે તૈયારીઓ ચાલી રહી છે.

















Recent Comments