અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં પ્રવેશોત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ એન્ડ એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘વેલકમ ડે’ (પ્રવેશોત્સવ) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

​ કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાએ વિદ્યાર્થીઓને શિસ્ત, કારકિર્દી અને રાષ્ટ્રવિકાસમાં યોગદાન આપી ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા આપી હતી.

 કાર્યક્રમમાં હાજર અધ્યાપકોએ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અને કોલેજની વિકાસલક્ષી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. અંતે ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું.

​ આ પ્રસંગે સાયકોલોજી વિષયના નવ નિયુક્ત પ્રો. પ્રાંજલ વ્યાસનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું.

​મહાનુભાવોની ઉપસ્થિતિ: કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી વિનુભાઈ રાવળ, શ્રી જાબીરભાઈ ચૌહાણ અને જાણીતા કેન્સર સર્જન ડો. દિપકભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. કલ્પેશ રાડિયાએ કર્યું હતું

Related Posts