નાના પાયે દારૂ હેરાફેરીનું કામ કરતા ખેપિયાઓ પણ યુક્તિ અજમાવવા માં પાછળ રહેતા નથી.આવા ૪ ખેપિયાને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. કોઈ ખેપિયા બાઈક,કાર કે ટ્રકમાં યુક્તિ અજમાવી દારૂ લઈ જતા હોય છે. ત્યારે આ ચાર ખેપિયાઓએ દારૂ હેરાફેરી કરવા એક પણ વાહનનો ઉપયોગ કર્યો ન હતો તેઓએ પોતાના શરીરે સેલો ટેપથી વિદેશી દારૂની બોટલ બાંધીને લઈ જતા હતા. દારૂની આ રીતની ખેપ વર્ષોથી ચાલી આવી છે. વારંવાર ખેપિયાઓ પકડાય છે અને જામીન ઉપર છૂટી ફરી એજ માર્ગે દારૂની ખેપ મારે છે. ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાવો એક રૂટિન પ્રક્રિયા બની ગઇ છે
દારૂની બોટલ શરીરે બાંધી ખેપ મારતા ૪ યુવાનોની પોલીસ દ્વારા ધરપકડ

Recent Comments