વ્યક્તિના જીવનનું અંતિમ સ્થાન એટલે મોક્ષધામ, તીર્થરાજ બગદાણાની બાજુમાં આવેલ મોણપર મોક્ષધામની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલુ જ હોય છે. તે પૈકી ઉનાળુ વેકેશનના 35 દિવસ દરમિયાન મોણપર ગામની જ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક ભગીરથગિરિ ગોસાઈ દ્વારા શ્રી ભાવનાથ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે અને મોણપર ગામના અને અન્ય સૌ દાતાશ્રીઓના અમૂલ્ય યોગદાનથી છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેનો લાભ અંદાજિત 50 જેટલા પરિવારો લઈ રહ્યા છે દરેકને બે લીટર છાશ દરરોજ સવારે મોક્ષ ધામની અંદર આવેલ ભગવાન ભાવનાથ દાદાની મંગળા આરતી બાદ વિતરણ કરવામાં આવે છે.
મહુવા તાલુકાના મોક્ષધામ- મોણપર ગામે ખોલવામાં આવ્યું છાશ કેન્દ્ર

















Recent Comments