ધારી અને વાંકીયાનાં યુવાનોએ 400 મી.ની દોડનાં 86 રાઉન્ડ માત્ર 3 કલાકમાં પૂર્ણ કર્યા

આપણા અમરેલી જીલ્લામાં એવા અનેક બાહોશ,નીડર અને તરવરીયા યુવાનો આપણી જ આસપાસ હોય છે પરંતુ ખરેખર આપણા માટે ગૌરવ વધારનાર આવા સાચા હીરોથી આપણે સહુ અજાણ હોઈએ છીએ પરંતુ ખરેખર જયારે આપણનેસહુને આ જાંબાઝ યુવાનો વિશે જાણકારી મેળવીએ છીએ ત્યારે ખરેખર દીલથી આપણે તેઓને અભિનંદન આપીને આજે આવા તરવરીયા યુવાનોને બીરદાવીએ અને ઈશ્વર-અલ્લાહ પાસે જરૂર દુઆઓ કરીએ, પ્રાર્થના કરીએ કે અમરેલી જીલ્લાના ગૌરવ એવા ધારી શહેરના નવી વસાહત વિસ્તારમાં રહેતા નૌશાદ ઈશાકભાઈ શેખ અને વાંકીયા ગામના મિહિર હસમુખભાઈ પેથાણી નામના આ બન્ને યુવાનો અમરેલી જીલ્લા સહીત, ગુજરાત રાજય અને ભારત દેશમાં યોજાય રહેલ રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓમાં પોતાની મનગમતી દોડની સ્પર્ધામાં અમરેલી જીલ્લાનુ નામ રેશન કરે. સમાચારની વિગત અનુસાર ધારી શહેરના નવી વસાહત વિસ્તારમાં રેહતા અને તાલુકા પંચાયત નજીક શાકભાજી વહેંચીને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા ઈશાકભાઈ શેખે પોતાના પુત્ર નૌશાદના અભ્યાસકાળ દરમિયાન અભ્યાસની સાથોસાથ ખેલકુદમાં સારૂ એવુ પ્રદર્શન કરવાની સફળતાઓથી પ્રેરાઈને ખુબ જ મહેનત અને ધગશથી નૌશાદની કાબેલિયત પારખીને રમતગમત ક્ષેત્રે પ્રેકિટસ કરવા પ્રોત્સાહન આપેલ હતુ જેના ફળ સ્વરૂપે તાજેતરમાં બહાર પડેલ પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ભરતી માટે અમરેલી શહેરના અમરેલી અખાડા ગ્રાઉન્ડમાં માત્ર 3 કલાકના સમય ગાળામાં 400 મીટરના ગ્રાઉન્ડના 86 રાઉન્ડ દોડીને 34 કી.મી ઉપરાંત રનીંગ કરેલ છે અને એ પણ અમરેલી જીલ્લાના જપોતાના સાથી રનર મિહિર પેથાણીની સાથે. અમરેલી જીલ્લાના વાંકીયા ગામના હસમુખભાઈ પેથાણી કે જેઓ પોતાના પુર્વજોની જમીન ઉપર ખેતીકામ કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવી રહેલા છે અને તેમના 18 વર્ષિય પુત્ર મિહિર પેથાણીને અભ્યાસની સાથોસાથ રમત ગમત પ્રત્યેની રૂચી મુજબ મિહિરને પ્રોત્સાહન આપી રહેલ છે. પરંતુ આજે અમરેલી શહેરના અખાડા ગ્રાઉન્ડ ખાતેના 400 મીટરના મેદાનમાં નૌશાદ શેખની સાથે માત્ર 3 કલાકમાં 86 રાઉન્ડ રનીંગ (દોડ) કરીને ખુબજ મોટી સફળતા મેળવેલ છે. એક વિદ્યાર્થી તરીકે ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરીને માં બાપનો સહારો બનવા માટે હાલમાં આવનારી પોલીસ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરીને હાલ તો આ બન્ને નેયુવાનો પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહેલ છે. ઉલ્લેખનીય છે કે 400 મીટરના 86 રાઉન્ડ દોડવા અને એ પણ માત્ર 3 કલાકમાં આ રનીંગ દરમિયાન હાજર રહેલા તમામ લોકોએ નૌશાદ શેખ અને મિહિર પેથાણીને અભિનંદન આપેલ છે તો સાથોસાથ સોશિયલ મિડિયામાં પણ બન્ને રનરને લોકો શુભેચ્છાઓ આપી રહેલ છે. પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા આ બન્ને યુવાનોની કુનેહ, ધગશ અને દૌડ પ્રત્યેની રૂચીઓને જોતા આવનારા સમયમાં જો ખરેખર આ યુવાનોને યોગ્ય માર્ગદર્શન સાથે યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવેતો કદાચ ગુજરાત રાજય લેવલનીસાથોસાથ દેશ અને દુનિયામાં યોજાતી સ્પર્ધાઓમાં અમરેલી જીલ્લાને ગૌરવ અપાવી શકે એમ છે.
Recent Comments