પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલ ડિપોર્ટ કરાયો

ખાલિસ્તાની આતંકીઓ પર લગામ લગાવામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારત લાવવામાં આવ્યો. ગુરુવારના રોજ તેને તેને દુબઇથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે.
સુખ બિકરીવાલ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ આઇએસઆઇના ઇશારા પર પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાતો હતો. પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યા કરવામાં પણ સુખ બિકરીવાલનો હાથ હતો. તે સિવાય પંજાબના નાભામાં જે જેલ તોડવાની ઘટના બની હતી તેમાં પણ સુખ બિકરીવાલ સામેલ હતો.
હવે જ્યારે સુખ બિકરીવાલ ભારતીય ગુપ્તચર એજન્સીઓના હાથમાં આવી ગયો છે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવશે. તેની સાથે જ પંજાબમાં ખાલિસ્તાની લિંક સહિત અન્ય ટારગેટ કિલિંગ સાથે જાેડાયેલ મામલે મોટો ખુલાસો થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પંજાબમાં થનારી ટારગેટ કિલિંગને લઇને ગુપ્ત એજન્સીઓએ તપાસ પુરી કરી હતી, જેમાં આઇએસઆઇ અને ખાલિસ્તાની આતંકીઓના ગઠબંધનની વાત સામે આવી હતી.
દુબઇમાં રહેવા દરમિયાન બિકરીવાલે પોતાનો વેશ પલટો કર્યો હતો. પોતાની દાઢી પણ વધારી લધી હતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ દિલ્હીમાં પકડાયેલા આતંકીઓના ખુલાસા બાદ દુબઇ સ્થિત સુખ બિકરીવાલના ફલેટ પર દરોડો પાડી તેની ધરપકડ કરવામાં આવી.
Recent Comments