પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરતાં રોષ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. દિવસ દરમિયાન મંદિર ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કટ્ટરપંથીઓની ભીડ મંદિરમાં તોડફોડ કરતી જાેવા મળી રહી છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા યૂઝર્સ અનુસાર આ ઘટના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનની પાસે સ્થિત ભોંગ શહેરની હોવાનું સામે આવ્યું છે.
પંજાબના ભોંગ શહેરમાં આવેલા ગણેશ મંદિરમાં કટ્ટરપંથીઓએ આતંક મચાવ્યો. તેમણે ન માત્ર મૂર્તિઓને ખંડિત કરી, પરંતુ મંદિરમાં લાગેલા ઝૂમર, કાચ જેવી સામાનોને પણ તોડી નાખ્યો છે. આ દરમિયાન મંદિર પરિસરમાં કટ્ટરપંથીઓનું ટોળુ હાજર હતું. મોટી વાત છે કે પહેલાના મામલાની જેમ આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અને યુવા હિન્દુ પંચાયત પાકિસ્તાનના સંરક્ષક જય કુમાર ધીરાનીએ ટ્વીટ કરી આ ઘટનાની નિંદા કરી છે. તેમણે લખ્યું કે જિલ્લામાં ભોંગ શરીફમાં મંદિર પર થયેલા હુમલાની નિંદા કરુ છું. આ હુમલો પ્રેમાળ પાકિસ્તાન વિરુદ્ધ ષડયંત્ર છે. મેં અધિકારીઓને દોષીતોને સજા આપવાની વિનંતી કરુ છું.
Recent Comments