fbpx
અમરેલી

પ્રધાનમંત્રીને મુકેશ અંબાણીનાં પૌત્રની ખબર અંતરનો સમય છે, ખેડૂતોની ચિંતા નથી

અમરેલીના અધિકારી મારફતવ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીએ રાજયપાલને આવેદનપત્ર પાઠવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, છેલ્‍લા છ વર્ષથી દેશમાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિને ફાયદો થાય તેવા કાયદા કેમ બને છે, જાહેર સાહસો વેચીને દેશના ઉદ્યોગપતિને ફાયદો થાય તેવી નીતિ ના હોય તો આવો કાયદો શા માટે ? દેશમાં લોકશાહી છે કે તાનાશાહી ?

કૃષિ કાયદાનો કિસાનો છેલ્‍લા ર0 દિવસથી વિરોધ કરી આંદોલન કરી રહયા છે. ત્‍યારે પ્રધાનમંત્રીને મુકેશ અંબાણીના પૌત્રના ખબર અંતર પૂછવા માટે ટાઈમ છે પણ જગતના તાત માટે ટાઈમ નથી.

આ નવો કૃષિ કાયદો ગેર બંધારણીય અને ખેડૂત વિરોધી છે, ખેડૂતોની શિયાળામાં વધતી ઠંડી અને કોરોના મહામારીના કારણે થતી સમસ્‍યાઓ તેમજ આંદોલનના કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્‍કેલી પડી રહી છે. ત્‍યારે ખેડૂતો દેખાવકારોને વિવિધ ખોટા આરોપો હેઠળ જેલમાં કેદ કરી દેવામાં આવે છે. નવા કૃષિ કાયદાનાોે વિરોધ કરી રહેલા કિસાનોનું ભારત સરકાર જે રીતે દમન કરી રહી છે તે જોઈને ભારતના તમામ નાગરિકો દુઃખી છે. આ નવા કાયદાથી તેમની આજીવિકા જોખમમાં મૂકાઈ જશે. ભાજપ સરકારે વોટર કેનન કે આસુ ગેસના ઉપયોગ કરવાને બદલે આ કાયદો રદ કરવો જોઈએ. ખેતીના ખાનગીકરણનો પ્રયોગ વિશ્‍વમાં કયાંય સફળ થયો નથી તો ભારતમાં કેવી રીતે થવાનો?

ખેડૂતો આંતકવાદી કે ખાલિસ્‍તાની નથી પણ આ દેશનું પેટ ભરવાવાળા છે. દુઃખની વાત છે કે જગતના તાતને આજે અધિકારો માટે આંદોલન કરવું પડે. વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટી ખેડૂતોની સાથે છે અને આંદોલનના સમર્થનમાં છે તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts