fbpx
ગુજરાત

બારેજાની આસ્થા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આગ, મોટી જાનહાની ટળી

રાજ્યમાં હૉસ્પિટલો માથે જાણે કે આગની ઘાત બેસી ગઈ હોય તેમ એક પછી એક હૉસ્પિટલોમાં આગની ઘટના સામે આવી રહી છે. દરમિયાન આજે ભરબપોરે અમદાવાદ શહેરની વધુ એક હૉસ્પિટલ આગની લપેટમાં આવી ગઈ હતી. અમદાવાદના બારેજા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આગ લાગતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બનાવની વિગતો એવી છે કે અમદાવાદના બારેજા વિસ્તારમાં આસ્થા મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ આવેલી છે. આ હૉસ્પિટલનો ઉપરનો માળ શેડેડ હોવાનું જણાય છે જેમાં આજે આગ ભભૂકતી ઊઠી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ જતા લોકો એકઠા થઈ ગયા હતા. તેવામાં રેસ્ક્યૂ માટે ફાયરના લાશ્કરો પણ આવી પહોંચ્યા હતા.
આ હૉસ્પિટલની આગ દેખાવમાં વિકરાળ હોવા છતાં તેમા જાનહાનિના સમાચાર મળ્યા નથી જેના કારણે હાલ પૂરતો તો તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુપ હૉસ્પિટલની આગને એક સમય માટે તંત્રને દોડતું કરી દીધું હતું. હૉસ્પિટલના બીજા માળે દેખાતા પતરાના શેડમાંથી આગના ધૂમાડા અને વિકરાળ જ્વાળાઓ જાેઈને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. સૌને મોટું અમંગળ થઈ જવાની ભીતિ હતી પરંતુ ઘટનામાં કઈ પણ જાનહાનિના અહેવાલ ન આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સહિત રાજ્યની અનેક શહેરોની કોવિડ હૉસ્પિટલો આગની લપેટમાં આવતા અત્યારસુધીમાં કેટલાય નિર્દોશ દર્દીઓ બળીને ભડથું થઈ ગયા છે. આ મામલે સુપ્રિમ કોર્ટે રાજય સરકારની ઝાટકણી પણ કાઢી હતી અને સરકારને તાકીદ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની નવી ફાયર પોલિસી પણ ઘડી કાઢી છે આગામી ૨૬મી જાન્યુઆરીથી રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

Follow Me:

Related Posts