ભાવનગર,તા.૨૮ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશેઅરજદારોએ પોતાની અરજી તા.૧૦/૦૧/૨૦૨૧ પહેલા રજૂ કરવાની રહેશે
જિલ્લા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૧નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૧ના રોજ ૧૧:00કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નોસિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશેઅને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૧/૨૦૨૧ સુધીમા રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધીકલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામુહિક પ્રશ્નોસિવાયના પડતર પ્રશ્નો તથા રજૂઆત અંગેની અરજીઓ કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે રજુ કરવા અધિક કલેક્ટરશ્રી ભાવનગરની યાદીમાજણાવવામાં આવેલ છે.
Recent Comments