સમગ્ર વિગત ની વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના છાપરી ગામનો નવ યુવાન વાઘેલા ભાવેશભાઈ જેરામભાઈ હિમાચલ પ્રદેશ ખાતે S.S.B ની ટ્રેનીંગ પૂર્ણ કરી પ્રથમ વખત પોતાના વતન છાપરી ગામે આવતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રથમ લોઠેશ્વર મહાદેવના દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી હરિગરી બાપુના શરણોમાં વંદન કર્યાબાદ છાપરી ગામના ચોકમાં સૈનિક ભાવેશભાઈના પરિવાર તેમજ સગા સબંધી અને છાપરી ગામના ગ્રામ જનો દ્વારા ફૂલ હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વાગતમાં DJ ના તાલે દેશ ભક્તિગીતો અને ભારત માતાકી જય ના નારા સાથે સૈનિક ભાવેશ ભાઈ ને ઘોડા ઉપર બેસાડી છાપરી ગામ માં ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું અને સૈનિક ભાવેશભાઈએ આ સ્વાગત અને માન સન્માન માટે પોતાના પરિવાર તેમજ સગા સબંધી અને સમગ્ર છાપરી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહુવા તાલુકાના છાપરી ગામ અને વાઘેલા પરિવાર નું ગૌરવ



















Recent Comments