ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને
હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે રેઇડ દરમિયાન સાવરકુંડલા તાલુકાના
જુનાસાવર ગામે, પ્લોટ વિસ્તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની
બોટલો તથા બિયર ટીમ સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ
આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ
આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
સુરેશ વિનુભાઇ કડેવાળ, ઉ.વ.૨૮, રહે.જુના સાવર, પ્લોટ વિસ્તાર,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
પકડવાના બાકી આરોપીઃ-
હાર્દિક રાજેશભાઇ ધુડકીયા, રહે.જુના સાવર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી હાલ
રહે.સુરત.
પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની આઇકોનિક વ્હાઇટ ફાઇનેસ્ટ ઇન્ટરનેશનલ
ગ્રેઇન વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની દમણ બનાવટની બોટલો નંગ – ૨૧,
કિ.રૂ.૧,૭૮૫/- તથા રોયલ ચેલેન્જ, ફાઇનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦
એમ.એલ.ની દમણ બનાવટની બોટલો નંગ – ૩ કિ.રૂ.૫૫૮/- મળી કુલ બોટલ
નંગ – ૨૪ કિં.રૂ.૨,૩૪૩/- તથા કિંગફિશર, અલ્ટ્રામેકસ પ્રીમિયમ બીયરના ૫૦૦
એમ.એલ.ના દમણ બનાવટના ટીન નંગ – ૨૪, કિ.રૂ.૩,૨૮૮/- મળી કુલ બોટલ
તથા ટીનની કિ.રૂ.૫,૬૩૧/- તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિં.રૂ.૫૦૦૦/- મળી
કુલ કિં.રૂ.૧૦,૬૩૧/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ
સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.













Recent Comments