મેંદરડા હાઇ-વે પર કાર-બાઇક વચ્ચે અકસ્માતઃ પત્નિની નજર સામે પતિનું મોત
જૂનાગઢ જિલ્લાના મેંદરડા હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સજાર્ેયો હતો. આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિએ દમ તોડી દેતા કરૂણાંતિકા સર્જાઈ છે. અકસ્માત બાદ હાઇવે પરથી કચ્ચરઘાણ હાલતમાં મોટર સાયકલ તેમજ નજીકમાં અથડાયેલી કાર પણ મળી આવી છે. કરૂણ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો બનાવ વાળી જગ્યાએ પહોંચી ગયો હતો અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની પ્રાથમિક વિગતો એવી છે કે જૂનાઢ- મેંદરડા હાઇવે પર એક સ્વિફ્ટ કાર સાથે બાઇકનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું જ્યારે પત્નીને ઇજા પહોંચી હતી. બાઇક સવાર આ દંપતિને સ્વીફ્ટ ચાલકે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાયા જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી.
મેંદરડા પોલીસે પોલીસે આ મામલે જીજે-૨૫એએ-૩૮૬૮ નંબરની સ્ફિટ કારના ચાલકના સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. જાેકે, આ ઘટનામાં કોના વાંકથી અકસ્માત સજાર્ેયો તે તો તપાસના અંતે જ જાણી શકાશે પરંતુ એક પરિવારે પોતાની વ્યક્તિ ગુમાવી છે.
અકસ્માતનો ભોગ બનનાર દંપતિ જીજે-૩એન-૪૪૬૩ નંબરની મોટર સાયકલ પર સવાર હતું . મોટરસાયકલનો સ્વિફ્ટ સાથે અકસ્માત થયો હતો. જાેકે, આ સ્વિફ્ટ કારમાં કેટલા મુસાફરો હતો અને તે જાણી શકાયું નથી પરંતુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આમ વધુ એક વાર માર્ગ અક્સ્માતમાં નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે.
Recent Comments