રિયા ફિલ્મ ઉદ્યોગમાં પરત ફરશે અને દરેક જણ તેની સાથે કામ કરવા ઈચ્છશેઃ સોની રાઝદાન
ફિલ્મ નિર્માતા રૂમી જાફરી બાદ હવે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અભિનેત્રી સોની રાઝદાને અભિનેત્રી રિયા ચક્રવર્તીના સપોર્ટમાં આવી છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને તેણે કહ્યું છે કે રિયા ફિલ્મ ઉદ્યોગમાં પરત ફરશે અને દરેક જણ તેની સાથે કામ કરવા ઈચ્છશે. સોની પહેલાં રૂમી જાફરીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન રિયાને દિલાસો પણ આપ્યો હતો કે જ્યારે પણ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરશે ત્યારે ઉદ્યોગ ખુલ્લેઆમ તેનું સ્વાગત કરશે.દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયામાં બદનામ થઇ ગઈ છે. રિયા પર સુશાંતના પ્રશંસકો ગુસ્સે છે.
હમણાં રિયાને એમ કહીને ટ્રોલ કરવામાં આવી રહી છે કે તેણે હવે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. કારણ કે, તેને થોડો સમય જેલમાં પણ પસાર કરવો પડ્યો હતો. સોની રાઝદાને સોમવારે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા રિયા વિશે પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો.
સોનીએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘રિયા જેલમાં એટલે ગઇ કે તે ઇચ્છતી હતી કે જે લોકો પાછળથી તેનુ ખરાબ ઇચ્છી રહ્યા છે તેમના ઇરાદા સામે આવે. અહીં સ્પષ્ટપણે જાેઇ શકાય છે કે તે નિર્દોષ ગુનેગાર બની. રિયા ચક્રવર્તીને ફસાવવા જ આખી યોજના બનાવવામાં આવી હતી. જેમાં રિયા એવી ફસાઇ કે તેનુ નીકળવુ અશક્ય હતુ. ફરી એક વખત રિયા કમ કરશે અને લોકપ્રિયતા મેળવશે.
Recent Comments