લાઠી ૧૦ લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે વિવિધ વિકાસ કાર્યો ના ખાતમહુર્ત ગુજરાત સરકાર ના માર્ગ મકાન વિભાગ તરફ થી મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯/૨૦,હેઠળ નીચે મુજબ ના કામો ને જોબનંબર ફાળવ્યા મોટા દેવળીયા ફુલસર બળેલ પીપરિયા રોડ માઇનોર બ્રિજ ૭૫ લાખ મોયા ખીજડિયા પાનસડા રોડ સ્લેબ ડ્રાઈન ૧૩૫ લાખ વલારડી પીરખીજડિયા ઈગોરાળા ભીલડી રોડ માઇનોર બ્રિજ ૫૦ લાખ કુલ ત્રણ રસ્તા ઓ માટે બે કરોડ સાઈઠ લાખ ના વિકાસ કામો નું ખાતમહુર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે કરાયુ હતું આ તકે હાજર સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો પ્રભાતભાઈ કોઠીવાળ, કોંગ્રેસ અગ્રણી ધીરુભાઈ વહાણી, તાલુકા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, તાલુકા પંચાયત ના સદસ્ય કુલદીપભાઈ બસીયા, NSUT પ્રમુખ બાબરા રાજુભાઈ કનાળા, મી. ખીજડીયા સરપંચ કરશનભાઈ કનાળા, અમરુભાઈ બસીયા, આલાઆપા, નિલેશભાઈ સતાણી, છગનભાઈ, કલ્પેશભાઈ કાચા, અરજણભાઈ, દાનભાઈ, કાળુભાઈ, બાબુભાઈ ધાધલ, વિહાભાઈ કનાળા, પોપટભાઈ, માણસુરભાઈ, નાથાભાઈ, દાસભાઈ, રમેશભાઈ, કાન્તિભાઈ, કચરાભાઈ ઠુંમર સહિત ઓની વિશાળ ઉપસ્થિતિ માં ધારાસભ્ય શ્રી ઠુંમરે જણાવ્યું હતું લાઠી બાબરા દામનગર સહિત ના શહેરી અને ગ્રામ્ય ના વધુ માં વધુ રસ્તા ઓ મંજુર કરાવી લોક ભોગ્ય બને તે માટે ખૂબ પ્રયત્ન શીલ રહ્યો છું અને રહીશ મારા વિસ્તાર ના દરેક રસ્તા ઓ નવીનીકરણ પામે પુલ કોઝવે પાયા ની માળખાકીય સુવિધા ઓ સુવ્યવસ્થિત રહે તે માટે આપ સર્વ એ મારા માં મુકેલ વિશ્વાસ થી આ વિસ્તારો ના વિવિધ પ્રશ્નો સમસ્યા ઓ ઉકેલાય તે મારી પ્રથમ ફરજ છે તેમ જણાવી હાજર સૌ કોઈ નો આભાર પ્રગટ કર્યો હતો
લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે વિવિધ વિકાસ કાર્યો ના ખાતમહુર્ત મોટા દેવળીયા ફુલસર બળેલપીપરિયા મિયાખીજડિયા પાનસડા વલારડી ભીલડી સહિત ના માર્ગો કરોડો ના ખર્ચે નવીનીકરણ પામશે

Recent Comments