અમરેલી તા. ૧૦ ઓક્ટોબર,૨૩ (મંગળવાર) ગત વર્ષની જેમ ચાલુ વર્ષે સરકારશ્રીની વખતોવખતની ગાઇડલાઇનને અનુસરીને ચાલુ વર્ષે આગામી તા.૧૨/૧૧/૨૦૨૩ના રોજ દિવાળીનાં તહેવાર દરમિયાન લાઠી સબ ડીવીઝનમાં આવેલ લાઠી અને બાબરા તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારૂખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય એ માટે લાઇસન્સ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૫.૧૦.૨૦૨૩ રાખવામાં આવી હતી. પરંતુ આ દિવસે જાહેર રજા હોવાથી હવે ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૬.૧૦.૨૦૨૩ને સોમવાર રાખવામાં આવી છે તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ લાઠીની એક સુધારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઠી સબ ડીવીઝનમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાંનુ વેચાણ કરવાની પરવાનગી માટે તા. ૧૬ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી


















Recent Comments