fbpx
બોલિવૂડ

વરુણ ધવન અને સારા અલી ખાનની કુલી નં.૧ ફિલ્મને મળી સૌથી ઓછી આઈએમડીબી રેટિંગ

બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘કુલી નં. ૧’ ફરી એકવાર ધોવાઇ છે, ફિલ્મને ક્યાંક સારો રિસ્પૉન્સ નથી મળી રહ્યો, ફિલ્મ ક્રિટિક્સથી લઇને ઓડિયન્સે વરુણ-સારાની સ્ટૉરીને નાપસંદ કરી દીધી છે. હવે આ બન્ને કલાકારોને એક મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મને આઇએમડીબી પર સૌથી ઓછી રેટિંગ મળી છે. એટલુ જ નહીં ‘કુલી નં. ૧’ને સલમાન અને બૉબી દેઓલ સ્ટારર રેસ ૩ના રેટિંગથી પણ ઓછી રેટિંગ મળી છે.
ગોવિંદાની બેસ્ટ ફિલ્મને ખરાબ કરવા માટે દિગ્ગજ એક્ટરના ફેન્સ વરુણ ધવન પર નિશાન સાધી રહ્યાં છે. વરુણ ધવનને ફિલ્મના ટ્રેન વાળા સીનને લઇને સૌથી વધુ ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે. આના પર લોકો લૉજીક અને સાયન્સ પર સવાલો પુછી રહ્યાં છે.
આઇએમડીબીએ ‘કુલી નં. ૧’ને મળેલા ઓડિયન્સ રિસ્પૉન્સ અને ક્રિટિક્સ રિવ્યૂના આધારે ફિલ્મને ૧.૪ રેટિંગ આપ્યુ છે. આની રેટિંગ સલમાનની રેસ ૩ કરતા પણ ઓછુ છે, રેસને આઇએમડીબી તરફથી ૧.૯ રેટિંગ મળ્યુ છે. આ સૌથી ખરાબ રેટિંગ છે. રેસ ૩ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થઇ હતી.

Follow Me:

Related Posts