ભાવનગર શિશુવિહાર વિશ્વ પર્યાવરણ દિવસે 6,000 વિદ્યાર્થીઓને 1,80,000 પર્યાવરણ પ્રવૃત્તિઓ યોજવા સંકલ્પબદ્ધ કરાશે
વિદ્યાર્થી જીવન પ્રત્યક્ષ રીતે સદકાર્યમાં જોડાઈ તે માટેના વધુ એક પ્રયત્ન રૂપે શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે જૂનથી ઓગસ્ટ દરમિયાન છ હજાર વિદ્યાર્થીઓ દ્વારા એક લાખ એંસી હજાર પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે
વિશ્વ પર્યાવરણ દિવસે નવી પેઢીને પ્રત્યક્ષ કામ સાથે જોડવાના પ્રયત્નમાં સહભાગી થવા માંગતા વોલિટીયર્સ અને શિક્ષકોની એક બેઠક તારીખ 13 જુન શનિવારે સાંજના 6 કલાકે શિશુવિહાર પરિસરમાં યોજાશે
આ પ્રસંગે પ્રા.ડો. સંજય તલસાણીયા, ડો. અશોક પટેલ તેમજ ડો. નલિન પંડિત શિક્ષકો અને એન્વારોમેન્ટ વોલિટીયર્ષ ને કાર્યક્રમ સંબંધે માર્ગદર્શન આપશે તેમજ 30 પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ નિદર્શન રજૂ કરવામાં આવશે
શહેરના 3000 થી વધુ વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમમાં ભાગ લઈ 30 પ્રવૃત્તિઓ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને આકર્ષક બેઝ આપવામાં આવનાર હોય, આગામી તારીખ 13 ની બેઠકમાં વિદ્યાર્થીઓને જોડી શકે તેવા શિક્ષકો, વોલિટીયર્સને સ્વેચ્છાએ જોડાવા નિમંત્રણ છે


















Recent Comments