ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં શિશુવિહારની આરોગ્ય સેવા થકી 6404 બાળકોને સારવાર મળી
શિશુવિહાર અને સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ અને નિરમા લિમિટેડની આરોગ્ય શિબીરો વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ બની રહી છે
ભાવનગર સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ અને નિરમા લિમિટેડની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ભાવનગર તાલુકાની 77 શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્ર થી પ્રારંભાયેલ આરોગ્ય શિબિર અંતર્ગત ધોરણ ચાર થી આઠમાં અભ્યાસ કરતા 2827 વિદ્યાર્થીઓની આંખ તપાસ તથા 2,355 વિદ્યાર્થીનીઓની હિમોગ્લોબિન તપાસનું કાર્ય પૂર્ણ થયું છે શિશુવિહારની આરોગ્ય ટીમ દ્વારા શિબિર ક્રમાંક 458 થી 502 દરમિયાન 6,404 વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે. જે નોંધનીય બને છે ગુજરાત અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ તમામ જરૂરિયાતમંદ બાળકોને નંબર અનુસાર ચશ્મા તેમજ સુમીટોમો તથા નિરમા લિમિટેડ દ્વારા ૧૦ થી ઓછું હિમોગ્લોબિન ધરાવતા વિદ્યાર્થીનીઓને આયર્ન ટેબ્લેટ આપવામાં આવી હતી
ગરીબી વસાત કોઈ બાળક શિક્ષણ કે આરોગ્ય સુવિધાથી વંચિત ન રહે તે દિશાના વર્ષ 2009 થી અવિરત પ્રયત્નો અને કુલ 1507 શિબિરો થકી 53,391 વિદ્યાર્થીઓની આ તપાસ થતા 37,457 બાળકોને જરૂરિયાત મુજબ નંબરના ચશ્મા આપ્યા છે તેમજ 17,304 વિદ્યાર્થીનીઓને લોહીમાં હિમોગ્લોબિન તપાસ અને 9708 વિદ્યાર્થીનીઓને જરૂરી સારવાર અને દવા આપી છે જે ભાવનગરની સેવા સંસ્થા માટે ગૌરવ રૂપ બને છે ડોક્ટર છાયાબેન રાણીંગા, ડોક્ટર અભિલાષાબેન સોનપાલ તેમજ શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિના સંચાલક શ્રી અનિલભાઈ બોરીચાના સહયોગથી યોજાયેલ સેવાય યજ્ઞના સમાપને સુમિટોમો,નિરમા લિમિટેડના સી એસ આર હેડની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સરાહનીય રહી હતી


















Recent Comments