અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકાને ખાસ જોડતો રસ્તો એવો ક્રાંકચ થી કેરાળા રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા અને લીલીયા તાલુકાને ખાસ જોડતો રસ્તો એવો ક્રાંકચ થી કેરાળા હાલ ગાડા માર્ગ રસ્તો છે જે ધારાસભ્ય બનતાની સાથે જ ધારાસભ્ય ને મળતી ગ્રાન્ટ માંથી  તા. 03/01/20 ના રોજ આ રોડ નો જોબ નંબર લાવી રોડ મંજુર કરાવેલ કોરોના ના કારણે ટેન્ડર પ્રક્રિયા લેટ થવાના કારણે આ રોડ કામ ચાલુ થયું ન હતું જેથી ધારાસભ્ય પ્રતાપ દુધાતે વિધાનસભા ના વારંવાર પ્રશ્ન કરતા અને વિધાનસભા ગજવતા ને કારણે આ રોડનું ટેન્ડર થયેલ અને રાજ્ય સરકાર દરેક ધારાસભ્યને 15 કરોડ રૂપિયા નોન પ્લાનને પાક્કા રસ્તા બનાવવું માટે સરકાર ધારાસભ્ય પાસે માંગણી મંગાવે જેથી ધારાસભ્ય બનતાની ની  સાથે માંગણી કરેલ હતી જેથી આજ રોજ આ રોડ બનાવવા માટે આવેલ એજન્સી ને વર્ક ઓર્ડર અપતાને સાથે કામ ચાલુ કરતા પહેલા ખાતમુહૂર્ત ધારાસભ્ય ના હાથે રાખવામાં આવ્યું હતું આ રોડ ખૂબ જ જરૂરિયાત અને બે તાલુકાને જોડતો રસ્તો છે જેથી બન્ને તાલુકાના લોકોને ખૂબ જ ઉપયોગી આ રોડ બનશે આ ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, મધુભાઈ સાવલીયા, હરેશભાઇ જેબલીયા, બાબુદાદા જાની, મુનાભાઈ દુધાત, અનકભાઈ ખુમાણ, પ્રદીપભાઇ, રજનીબાપા શીરોયા, જયરાજભાઈ ખુમાણ, દિનેશભાઇ સાવલીયા અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related Posts