સુરતના કિમમાં ૯ વર્ષની બાળકી સાથે પડોશીએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો

કિમમાં પાડોશીએ ઘર બહાર રમતી એક માસૂમને ઘરમાં ખેંચી મો બંધ કરાવી દુષ્કર્મ આચરી નાસી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મ બાદ પીડિત બાળકીને આરોપીએ ૫૦ રૂપિયા આપી માતા-પિતાને ન કહેવા અને કહેશે તો એ મને મારી નાખશે એવું કહી નરાધમ પીડિત બાળકીની માતાની નજર સામે જ ભાગી ગયો હતો. જાેકે ઘટનાની જાણ થયા બાદ કોસંબા પોલીસે પીડિત બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવી વાસના પીડિત પાડોશીની શોધખોળ હાથ ધરી છે.
પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, હું બુધવારની રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા બાદ રૂમમાં ૯ વર્ષની એકની એક દીકરી રડી રહી હતી. તેની માતાએ પૂછતાં જણાવ્યું કે, અંકલ ને મેરે સાથ ગંદા કામ કિયા, એસા કરો, વેસે કરો કહી, મેરે સાથ ગંદા કામ કિયા ઔર ૫૦ રૂપિયા દે કર બોલે મમ્મી-પપ્પા કો મત બતાના વરના વો મુજે માર દેગે ઔર ઉનકો જેલ હો જાયેગી, બાળકી એ આવું કહેતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બાળકી પર થયેલા દુષ્કર્મને લઈ અમે તાત્કાલિક નજીકની સાધના હોસ્પિટલ ગયા હતા. જ્યાં સારવાર કરવાને બદલે અમને કિમ ચોકડી પોલીસ સ્ટેશન મોકલી દેવાયા હતા. જ્યાં જઈ અમે તમામ હકીકત કહેતા પોલીસે અમારી ફરિયાદ નોંધી બાળકી સાથે તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ આવ્યા હતાં. તમામ મેડિકલ ચેકઅપ કરી દીકરીને દાખલ કરી દેવાઈ છે. પોલીસે જણાવ્યું છે કે, અમે વાસના પીડિતને શોધી રહ્યા છીએ.વધુમાં જણાવ્યું હતું કે, સાહેબ અમારા ઘરની ઉપર રહેત ભાઈની માતા વતનમાં બીમાર પડતા તેઓ પત્ની અને બાળકો સાથે એક અઠવાડિયા પહેલા જ ગામ નાગપુર ગયા છે. વાસના પીડિત એ ભાઈનો સાળો છે. બસ અમને ન્યાય મળે એ જ અપેક્ષા છે.
Recent Comments