સુરતના સચિન જીઆઈડીસીમાં ટ્રાફિક જામને દૂર કરવા સ્પીડ બ્રેકર દૂર કરાયા

સચિન જીઆઈડીસીના ગેટ નંબર ૧થી લઈને જીઆઈડીસીના રોડ નંબર ૬ સુધી બોક્સ કલ્વર્ટ બનાવવાનું કામ નોટીફાઈડ ઓથોરિટી દ્વારા ચાલી રહ્યું છે. જેના કારણે જીઆઈડીસીમાં આવતા ઉદ્યોગકારોના વાહનોની સાથો સાથ માલ પરિવહન કરતાં વ્હીકલ હાઈ વે નજીક આવેલા ગેટ નંબર ૨ અને ગભેણી ચોકડી નજીક આવેલા ગેટ નંબર ૮થી પસાર થાય છે. આ વાહનોને ગભેણી ચોકડી પાસે હાઈવે ઓથોરીટીએ બનાવેલા બમ્પરથી ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છેસચિન જીઆઈડીસીના ગેટ નંબર ૧ પાસે બોક્સ કલ્વર્ટનું કામ ચાલી રહ્યું હોવાથી ગભેણી ચોકડી પાસે રોજ ૨થી ૩ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે. જેના કારણે ગભેણી ચોકડી પાસેના બમ્પને ૧ મહિનો હટાવવા માટે સચિન જીઆઈડીસી અને ઉદ્યોગકારો દ્વારા હાઈ-વે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવ્યા બાદ મંગળવારના રોજ ગભેણી ચોકડી પાસેના ૮ સ્પિડ બ્રેકરને એક મહિના માટે દૂર કરવામાં આવ્યા હતાં.
Recent Comments