ગુજરાત

અંકલેશ્વરમાં મોહરમ પર્વને લઈ અલાવાની વિધિ યોજાઈ

અંકલેશ્વર હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે મોહરમ પર્વને લઈ અલાવાની વિધિ યોજાઈ હતી. આ વિધિમાં જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ થતી ન હોય તેઓ અહીંની બાધા (માનતા) રાખે છે. આ વિધિ મહોરમના પર્વના દિવસે કરાય છે. આ અલાવાની વિધિમાં મહિલાને ચાદર ઓઢાવી બેસાડવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર સળગતા અંગારા નાખવામાં આવે છે. જેનાથી આ મહિલાની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. મહોરમના પર્વ નિમિત્તે અલાવાની વિધિ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં નિઃસંતાન મહિલાઓ સહિત શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

અંકલેશ્વરમાં મોહરમની પૂર્વ રાતે કલાત્મક તાજીયાઓનું પરંપરાગત જુલુસ કાઢી યા હુસેન યા હુસેનના નાદ સાથે માતમનો પર્વ મનાવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ મહોરમ નિમિત્તે શહેરમાં પરંપરાગત રીતે તાજિયા જુલુસ તેના નિયત માર્ગો પર કાઢવામાં આવ્યા હતા. મોહરમને લઈ અંકલેશ્વર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

અંકલેશ્વર શહેરમાં ૨૫ જેટલા તાજિયાને હલીમશાહ દાતાર ભંડારી ખાતે ઠંડા કરાયા બાદ વિસર્જન કરાવામાં આવશે.અંકલેશ્વરના હલીમશાહ દાતાર ભંડારીની દરગાહે મોહરમ પર્વ નિમિત્તે અનોખી વિધિ કરવામાં આવે છે. અહીંયા મન્નત (માનતા) અને માન્યતા મુજબ અહીંયા નિઃસંતાન મહિલા ઉપર ચાદર ઓઢાળી અંગારા નાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. અંકલેશ્વર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા માતમના પર્વ મોહરમ પરંપરાગત મનાવવામાં આવ્યો હતો.

Related Posts