અમરેલી

જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને આંતરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમના સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ

અમરેલી તા.૧૬ જૂન૨૦૨૫ (સોમવાર) ૨૧ જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં અમરેલી જિલ્લામાં થનારા યોગ અભ્યાસ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની થીમ એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ‘ છે. આ બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓને દિશાનિર્દેશ આપતા જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ જણાવ્યુ હતુ કેપ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ બગસરા તાલુકાના ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ઠ ગામોમાં યોગ દિવસની ઉજવણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પાલન સાથે આ કાર્યક્રમ યોજવામાં આવશે.   જિલ્લામાં નાગરિકો અને વિવિધ સરકારી કચેરીઓશૈક્ષણિક સંસ્થાઓસ્વૈચ્છિક સંસ્થાઓ અને યોગ અભ્યાસુઓના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સંપન્ન કરવા માટે તેમણે માર્ગદર્શન આપ્યુ હતુ.

બેઠકમાં માહિતી આપતા આંતરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના જિલ્લા કક્ષાના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે જણાવ્યુ હતુ કેઆંતરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની જિલ્લા કક્ષાએ ઉજવણી અમરેલી સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ ખાતે થશે.

જિલ્લામાં તાલુકા મથકો પર અને નગરપાલિકા કક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના માસ્ટર યોગ ટ્રેઇનરો દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે વડનગર ખાતેથી યોજનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.

જિલ્લાના વિવિધ સ્થળો પર થતી ઉજવણીમાં આઇકોનિક સ્થળપોલીસ સ્ટેશનઆરોગ્ય કેન્દ્રોપ્રાથમિક થી ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને મહાશાળાઓમાં યોગ દિનની ઉજવણી થશે. વરસાદની સ્થિતિ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા થઇ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય યોગ શિક્ષક માટે અલગ બેઠક વ્યવસ્થા રહેશે. દિવ્યાંગજનો પણ યોગ દિન ઉજવણી કાર્યક્રમમાં જોડાશે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓનેતેમણે કરવાની કામગીરી અંગે જરુરી સૂચન કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,  જિલ્લા વિકાસ અધિકારીશ્રીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીજિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓપ્રાંત અધિકારીશ્રીઓતાલુકા મામલતદારશ્રીઓજિલ્લા રમતગમત અધિકારીશ્રીજિલ્લા યોગ કો-ઓર્ડિનેટરશ્રી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts