ગાંધીના ગુજરાત માં સામાન્ય રીતે દારૂ બંધી છે,પરન્તુ બુટલેગરો દ્વારા તેઓના નાપાક મનસૂબા પાર પાડવા માં કોઈ કચાસ ન રાખતા હોય તેમ રોજ રાજ્યના વિવિધ ખૂણા ઓ માંથી ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ઝડપાયા બનાવો સામે આવતા હોય છે જેમાં પોલીસ વિભાગ લાખો કરોડો નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરો ના કારનામા પર બ્રેક લગાવવા ની કોશિશ કરતી હોય છે,ત્યારે વધુ એક વાર લાખો ની કિંમત નો વિદેશી શરાબ ભરૂચ જિલ્લાના હાઇવે ઉપર થી ઝડપાયો છે
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓને મળેલ બાતમીના આધારે ને.હા ૪૮ ઉપર વોચમાં હતા દરમિયાન સુરત થી વડોદરા તરફ જતા કન્ટેનર નંબર GJ.1.CV.2522 ને રોકી તેની તલાશી લેતા તેમાં વિદેશી શરાબ નો મસ મોટો જથ્થો નજરે પડતા પોલીસે કન્ટેનર માં સવાર બે ઇસમો લક્ષ્મણ રૂખરામ ચૌધરી તેમજ ગેનારામ અર્જુનરામ બેનિવાલ ની ધરપકડ કરી હતી નેશનલ હાઈવે ૪૮ પર મુલદ થી નર્મદા ટોલ ટેક્ષ તરફ આવતા કન્ટેનર માં કુલ ૫૦૭૬ જેટલા બોક્ષમાં વિદેશી શરાબ નો જથ્થો મૂકી વહન કરી વડોદરા તરફ લઈ જતા સમયે પોલીસ વિભાગ દ્વારા આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છેઃ
જેમાં કૂલ ૩૦ લાખ ૩૨ હજાર નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આ શરાબ નો જથ્થો ક્યાં થી લાવી અને કંઈ જગ્યા એ લઈ જવામાં આવતો હતો તે બાબત અંગે પૂછપરછ હાથધરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
Recent Comments