fbpx
સૌરાષ્ટ - કચ્છ

અંજારમાં યુવાનના આપઘાતના કેસમાં પીઆઈ અને પીએસઆઈ વચ્ચે બોલાચાલી થઈ

અંજારના ચિત્રકૂટ સોસાયટી-૨માં રહેતો ૩૫ વર્ષીય વિરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ અંજારના સવાસર તળાવ માંથી મળી આવ્યો હતો. મૃતક યુવાનનો પરિવાર જયારે યુવકને શોધી રહ્યા હતા ત્યારે તેની બાઈક સવાસર તળાવથી બહાર પાર્ક કરેલી જાેવા મળતા તેના પરિજનો સવાસર તળાવમાં તપાસ કરવા આવ્યા હતા. જ્યાં યુવકનો મૃતદેહ પાણીમાં તરતો દેખાયો હતો. આ બાબતે સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવાન જમીન લે-વેચનો ધંધો કરતો હતો. મંદીની માર વચ્ચે ધંધામાં મંદી આવી જતા યુવક આર્થિક તંગીમાં સપડાયો હોવાનું છેલ્લા અમુક સમયથી લાગી રહ્યું હતું

અને જેના કારણે જ તેણે આ પગલું ભર્યું હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આપઘાતના આ બનાવ બાબતની તપાસ અર્થે અંજારના પી.આઈ. સુખવિંદરસિંગ ગડુ અને પી.એસ.આઈ. જી.બી. માજીરાણા બાખડી પડતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. બનાવ અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, યુવાનના આપઘાત બાબતે પી.આઈ.એ પી.એસ.આઈ.ને તપાસ સોપી સ્થળ પર જવા જણાવ્યું હતું. પરંતુ કામનું ભારણ વધુ હોવાથી તપાસ અન્યને સોંપવા પી.એસ.આઈએ વિનંતી કરતા મામલો બીચકાયો હતો અમે બંને વચ્ચે જાેરદાર બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ પી.આઈ.એ તપાસ સોંપતા કામની ના પાડી હોવાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવતા પી.એસ.આઈ. માજીરાણાના પ્રેસર વધી ગયા હતા.

જેથી પ્રથમ ખાનગી અને ત્યારબાદ અંજારની સરકારી હોસ્પિટલમાં તેમણે સારવાર લીધી હતી અને તેની નોંધ સ્ટેશન ડાયરીમાં કરાવી હતી. આ સમગ્ર બાબતની વધુ વિગતો જાણવા પી.આઈ.નો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. અંજાર પોલીસ મથકના પી.આઈ. તરીકે જ્યારથી સુખવિંદરસિંગ ગડુએ ચાર્જ સાંભળ્યો છે ત્યારથી કામ બાબતે કરવામાં આવતો દબાણ અને અન્ય બાબતોએ નાના કર્મચારીઓ સાથે તેમની બોલાચાલી થઈ ચૂકી હોવાની ચર્ચાઓએ વેગ પકડી છે અને બોલાચાલી બાદ ૩થી વધુ કર્મષ્ઠ કર્મચારીઓની તેમના દ્વારા બદલી પણ કરી નાખવામાં આવી છે. ત્યારે અધિકારી કર્મચારીઓ સાથે સંકલનમાં ન ચાલી ખોટી રીતે દબાણ કરતા હોવાથી વિવાદો વધી રહ્યા હોવાનું ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts