અમરેલી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલીનાવિવિધ વિભાગીય યંત્રાલયોમાં એપ્રેન્ટિસ તરીકે કાર્ય કરવાની તક

અમરેલી, તા.૧૭ એપ્રિલ, ૨૦૨૫ (ગુરુવાર) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી વિભાગ ખાતે અમરેલી, સાવરકુંડલા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો – વિભાગીય યંત્રાલય ખાતે એપ્રેન્ટિસ  એક્ટ-૧૯૬૧ અન્વયે મે-જુલાઇ ૨૦૨૫ના ભરતી સત્ર માટે એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે.

આ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૧ એપ્રિલ, ૨૦૨૫ થી તા.૩૧ મે, ૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન વિભાગીય કચેરી લાઠી રોડ ખાતે રુબરુમાં કચેરી સમય દરમિયાન સવારે ૧૧ થી બપોરે ૦૨.૦૦ કલાક સુધીમાં રુ.૦૫ની કિંમતે અરજી પત્રક મેળવી લેવું. આ અરજીપત્રકો તા.૦૨ જુન, ૨૦૨૫ના રોજ સાંજે ૧૬.૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે.

આ એપ્રેન્ટિસ ભરતી માટે મિકેનિક સાઇડ ધો.૧૦ પાસ તથા આઇ.ટી.આઇ.ના ડિઝલ મિકનેકલ, એમ.એમ.વી. ઇલેટ્રીશ્યિન, ફિટર ટ્રેડમાં ઉમેદવારોની આવશ્યકતા છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયા તારીરખના રોજ ૧૮ વર્ષની વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ. ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું. આ રજિસ્ટ્રેશનમાં સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, ધો.૧૦ પાસ કર્યાની માર્કશીટ, આઇ.ટી.આઇ.ના ટ્રેડમાં પાસ થયાની માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવું ફરજિયાત છે.

જે ઉમેદવારોના ફોર્મ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં નહિ આવ્યા હોય તેવા ઉમેદવારોના ફોર્મ રદ – કમીપાત્ર ગણાશે. આ અંગે વધુ વિગતો માટે વિભાગીય નિયામકશ્રીની કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રુબરુ સંપર્ક કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી વિભાગીય નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts