મોહરમ તાજીયા કમિટીના પ્રમુખ પીર સૈયદ હાજી અનવરશા બાપુએ મોહરમ એ શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર છે. તેઓએ ગાયોમાં ફેલાયેલા લમ્પી રોગચાળો નાબુદ થાય તેમજ સૌ શ્રેષ્ઠીઓ ગૌમાતા માટે ઉદાર હાથે ફાળો આપે તેવી અપીલ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વાસણભાઈ આહિરે કરબલાના અમર શહીદોને સરકાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મોહરમ પીર સૈયદ હાજી મખ્દુમઅલી બાપુએ કરેલા સેવાકાર્યોને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, જીવાભાઈ આહીર, લીલાવંતીબેન પ્રજાપતિ, વસંતભાઈ કોડરાણી, ભરતભાઈ શાહ વગેરે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ કચ્છ કલેકટર પ્રવીણ ડી.કે., પૂર્વ કચ્છ એસ.પી. મહેન્દ્ર બગડિયા, ડેપ્યુટી કલેકટર દેસાઈ, ડી.વાય.એસ.પી. મુકેશ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.અંજાર શહેરમાં કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે સર્વ ધર્મ સમભાવ માનસ મહોબ્બત મજલીસમાં કરબલાના શહીદોને અંજલિ આપવામાં આવી હતી.
અંજાર શહેર મહોરમ તાજીયા કમિટી દ્વારા લશ્કરી માતમ ઈમામ વાળા ચોક મધ્યે કોમી એકતાનો સંદેશ આપતી સર્વ ધર્મ સમભાવ માનસ મહોબ્બત મજલીસ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ ઉપસ્થિત રહી કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત કરી હતી.



















Recent Comments