ગુજરાત

અંબાજીમાં ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો, જેસીબી અને ફાયર બ્રિગેટથી રાહત કામગીરી હાથ ધરાઈ

દાંતા તાલુકામાં ફરી અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે .ત્યારે સાંજે અંબાજીથી દાંતા હાઇવે માર્ગ પર એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જ્યાં અંબાજીથી માલવાહક ટ્રક દાંતા તરફ જતા તેમનો ત્રિસુલીયા ઘાટી પર અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી માલવાહક જતાં એક ટ્રકને સાંજે ત્રિસુલીયા ઘાટી પર અકસ્માત નડ્યો હતો. ટ્રકના બ્રેક ફેલ થતાં ડ્રાઇવર દ્વારા ટ્રકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. માલવાહક ટ્રક ઘાટીના રોડની સામેની સાઈડ અથડાયું હતું.

અકસ્માતમાં ટ્રક ચાલક ત્રણ કલાક સુધી ટ્રકમાં ફસાયેલો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ જેસીબી અને ફાયર બ્રિગેડના મદદથી ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. સાંજ હોવાના કારણે રાહત બચાવ કામગીરીમાં તકલીફ પડી હતી, પરંતુ ૩ કલાક બાદ ફસાયેલા ટ્રકચાલકને ભારે જહેમદ બાદ ટ્રકમાંથી બાહર કાઢવામાં આવ્યો હતો. ત્રીસુલિયા ઘાટીમાં ટ્રકના અકસ્માતની જાણ દાંતા પોલીસને થતા દાંતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts