અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારના અકસ્માતના કારણે મૃત્યુ થવાના કિસ્સામાં મૃત્યુની તારીખથી ત્રણ
માસની અંદર અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી
મંજૂર થયા બાદ અરજદારશ્રીને રૂપિયા ૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
આ ઉપરાંત તદુપરાંત ગુજરાત સામૂહિક જૂથ (જનતા અકસ્માત સહાય) વીમા યોજના હેઠળ અસંગઠિત
ક્ષેત્રમાં કામ કરતા કામદારના અકસ્માતજન્ય મૃત્યુના બનાવમાં મૃત્યુની તારીખથી પાંચ માસની અંદર નિયત ફોર્મમાં
જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહે છે. અરજી પ્રાપ્ત થયા બાદ વીમા નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા જરૂરી
દસ્તાવેજોની ચકાસણી કરી અરજદારશ્રીને રૂપિયા ૪,૦૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.
આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક અરજદારોએ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, સપ્તકલા બિલ્ડીંગ,
બાર્ટન લાઈબ્રેરી સામે, દિવાનપરા રોડ, ભાવનગર તથા ૦૨૭૮-૨૪૨૭૯૮૫ પર સંપર્ક સાધવા જિલ્લા નોડલ
અધિકારી અને સરકારી શ્રમ અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે અંત્યેષ્ઠી સહાય અને ગુજરાત સામૂહિક જૂથ જનતા વીમા યોજના (અકસ્માત સહાય) યોજનાનો લાભ લેવા અનુરોધ















Recent Comments