દામનગર અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાય શહેર નાં પોપટપરા થી દિવ્ય રથયાત્રા સાંજે ૮-૦૦ કલાકે વરસતાં વરસાદ માં હજારો શ્રદ્ધાળુ ભાવિકો સાથે પ્રસ્થાન થઈ છભાડિયા રોડ થી સરદાર ચોક પુષ્ટ્રિયમાર્ગીય શ્રી મદન મોહન લાલજી ની હવેલી થી શ્રી વેજનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી મુખ્ય રાજ માર્ગો ની બંને તરફ દર્શનાર્થી ભાવિકો ની કતારો લાગી હજારો બહેનો દ્વારા સામૂહિક રાસોત્સવ રચાયો હતો ધ્યાનાકર્ષક રીતે ભગવાન શ્રી કૃષ્ણ ની રથયાત્રા રાત્રે ૧૨-૦૦ છભાડીયા પહોંચી નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ નાં જ્યધોષ સાથે મટુકી ઉત્સવ હિંડોળા દર્શન સાથે ભવ્ય મહા આરતી યોજાય નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ નાં ગગન ભેદી નાદ સાથે વરસતાં વરસાદ માં પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અદમ્ય ઉત્સાહ ભેર ઉજવાયો
અક્ષર ગ્રુપ ની અદભુત વ્યવસ્થા નિહાળી આફ્રિકન થતા દર્શનાર્થી ભાવિકો સ્વયંમ શિસ્તબ્દ્ધ દર્શનાર્થી ભાવિકો સમગ્ર રથયાત્રા દરમ્યાન વરસતાં વરસાદ માં પણ સતત હાજર રહ્યા અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ માં અમરેલી લોકસભા સાંસદ ભરતભાઈ સુતરીયા ધારા સભ્ય જનકભાઈ તળાવિયા સહિત અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા રથયાત્રા રૂટ ઉપર ચા પાણી ની સામાજિક સ્વેચ્છીક સંસ્થા દ્વારા વ્યવસ્થા કરાય હતી અભિભૂત કરતા જન્માષ્ટમી મહોત્સવ નાં આયોજન બદલ અક્ષર ગ્રુપ ની દૂરંદેશી અને વ્યવસ્થા શકિત ની સર્વત્ર સરાહના જન્માષ્ટમી મહોત્સવ ને ભવ્ય ધર્મોત્સવ બનાવી ભાવ વિભોર કરી દેતા અક્ષર ગ્રુપ ની જન્માષ્ટમી યાદગાર બની હજારો શ્રદ્ધાળુ ભાવિકો હાજરી ની અદભુત ક્ષણ ને શહેરીજનો પોતા નાં મોબાઈલ નાં કેમેરા કંડારતા જોવા મળ્યા સમગ્ર શહેર ઉત્સવ મય બન્યું હતું સમગ્ર રથયાત્રા દરમ્યાન સ્થાનિક પોલીસ હોમગાર્ડ જવાનો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી ઓએ ઓન બોડી કેમેરા થી બાજ નજર રાખી અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી ની આફ્રિકન કરતી વ્યવસ્થા ની સર્વત્ર સરાહના કરાય રહી છે
Recent Comments