fbpx
અમરેલી

અગાઉથી જ મચ્છર ઉત્પતિ સ્થાનોને નિયંત્રિત કરીને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો ફેલાવો અટકાવી શકાય

સમગ્ર જિલ્લામાં જૂન-૨૦૨૪ મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જુલાઈ-૨૦૨૪ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સ્થાનોને નિયંત્રિત કરીને ડેન્ગ્યુ, ચિકનગુનીયાનો ફેલાવો અટકાવી શકાય છે. અમરેલી જિલ્લા આરોગ્ય શાખા  દ્વારા ચોમાસાની સીઝન દરમિયાન મચ્છરથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતો અટકાવવા માટે આગોતરા આયોજન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકો પણ આ અંગે જાગૃત્ત બની મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરુરી છે.

માદા એનોફિલીસ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, જે મોટેભાગે રાત્રે કરડે છે. માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનીયા અને ઝીકા વાયરસ ફેલાય છે. માદા ક્યુલેક્સ હાથીપગાનો ફેલાવો કરે છે. આ તમામ મચ્છરજન્ય રોગનો અગાઉથી જ ફેલાતો અટકાવવા માટે મચ્છર ઉત્પતિ અટકાવવી જરૂરી છે. જ્યાં ચોખ્ખું-ખુલ્લું અને બંધિયાર પામી મળે ત્યાં મચ્છર ઉત્પતિ થાય છે. આથી પાણી સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો, ફ્રિજની પાછળની ટ્રે પશ્રીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર પાણી ખાલી કરી સુકાવા દઇએ, છત,છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર,ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરીએ. કાયમી પાણી ભરાય રહેતું હોય તેવા સ્થાનો જેમ કે, ખુલ્લા ટાંકા, અવેડા સહિતના સ્થાનો પર પોરાભક્ષક માછલી – ગપ્પી કે ગામ્બુશીયા મુકીએ સહિતની કાળજી લઈએ અને મચ્છરજન્ય રોગચાળો અગાઉથી ફેલાતો અટકાવીએ.

Follow Me:

Related Posts