અજીત પવાર પરત આવશે તો ખુશી થશે, જે ધારાસભ્યો ગયા તેમના સંપર્કમાં છું : સુપ્રિયા સુલે
રવિવારે મહારાષ્ટ્રમાં એક રાજકીય ભુકંપ આવી ગયો, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. અચાનક દ્ગઝ્રઁ નેતા અજિત પવાર તેમનું સમર્થન કરતા ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. ત્યારબાદ રાજ્યમાં દિવસભર રાજકીય ડ્રામા જાેવા મળ્યો હતો. તે જ સમયે, મધ્યરાત્રિએ, દ્ગઝ્રઁ કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે મીડિયાની સામે આવી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે જે પણ થયું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે અજિત પવાર વિશે કહ્યું હતું કે તેમના માટે તેમના હૃદયમાં હંમેશા આદર છે. તેમની સાથે કોઈ મતભેદ નથી. આ દરમિયાન તેમણે અજિત પવાર સાથે પણ વાતચીત કરી હતી. તેમનો પક્ષ સંઘર્ષથી ડરશે નહીં. સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે. પાર્ટી અને પરિવાર અલગ વિષય છે. શરદ પવાર આપણા માટે પ્રેરણા છે. જાે કે, આગળ શું કરવું તે અંગે સુલેએ કહ્યું કે આગળ શું થાય છે તે જાેવાનું રહેશે. જે ધારાસભ્યો ગયા છે તેમની સાથે વાત કરવામાં આવશે, હું તેમના સંપર્કમાં છું. એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પાર્ટી કાર્યકર્તાઓને પણ મળ્યા છે. તે જ સમયે, અજિત પવાર સિવાય, ૮ ધારાસભ્યોએ એકનાથ શિંદે અને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. અજિત પવારે દાવો કર્યો છે કે તેમની પાસે ૪૦ ધારાસભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્રમાં દ્ગઝ્રઁ પાસે ૫૩ ધારાસભ્યો છે, જેમાં દ્ગઝ્રઁ પ્રમુખ શરદ પવારના જૂથમાં હવે માત્ર ૧૩ ધારાસભ્યો બચ્યા છે. અજિત પવારનું કહેવું છે કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને તેઓ એક પક્ષ તરીકે શિવસેના-ભાજપ સરકારમાં જાેડાયા છે. તેમણે દ્ગઝ્રઁના લગભગ તમામ ધારાસભ્યો સાથે મળીને શિંદે-ફડણવીસ સરકારનો સાથ આપવાનું નક્કી કર્યું. તેઓએ શપથ લીધા છે અને આગામી વિસ્તરણમાં અન્ય કેટલાક મંત્રીઓનો ઉમેરો થશે. રાજ્યના ગવર્નર રમેશ બૈસે છગન ભુજબલ, દિલીપ વાલસે-પાટીલ, હસન મુશરફ, ધનંજય મુંડે, ધર્મરાવ બાબા આત્રામ, અદિતિ તટકરે, સંજય બંસોડ અને અનુલ પાટીલને પણ શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર હવે “ટ્રિપલ એન્જિનમાં ફેરવાઈ ગઈ છે અને બુલેટ ટ્રેનની જેમ ચાલશે”.
Recent Comments